અરવલ્લી : શુભપ્રસંગે શરણાઈના સૂરો રેલાવતા કલાકારોની કહાણી
અરવલ્લીમાં લગ્ન જેવા શુભપ્રસંગે શરણાઈના સૂરો રેલાવતા કલાકારો હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.
વર્ષોથી પેઢી દર પેઢી આ કલાકારો પોતાના બાપ-દાદાઓ પાસેથી આ શરણાઈના સૂરો રેલાવતા શીખતા હતા. પણ હવે તેમની નવી પેઢી આ કળા શીખવા નથી માગતી.
કલાકારોની માગ છે કે આ કળાને લુપ્ત થતી અટકાવવી હોય તો સરકારે મોટા કાર્યક્રમો કરીને આ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
