Cyclone Asaniને કારણે દરિયાકાંઠે અસર, તેજ ગતિએ ફૂંકાયા પવન

વીડિયો કૅપ્શન, Cyclone Asani ને કારણે દરિયાકાંઠે અસર, તેજ ગતિએ ફૂંકાયા પવન

બંગાળની ખાડીમાં સર્જાયેલું અસાની વાવાઝોડું દરિયામાં ભારતના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા તરફ આવી રહ્યું છે. જેના કારણે ભારતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું લૅન્ડફૉલ નહીં કરે. વાવાઝોડું કયા વિસ્તારોને અસર કરશે, આ તોફાન દરિયામાં જ સમાઈ જશે? અને ગુજરાતના હવામાનમાં કોઈ ફેરફાર થશે કે નહીં?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો