Cyclone Asani : અસાની વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે, ગુજરાતના વાતાવરણમાં શું ફેરફાર આવશે?
ચોમાસાની ઋતુ શરૂ થવાને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વાર ભારત તરફ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે.
ભારતનાં ત્રણ રાજ્યોમાં આ વાવાઝોડાની અસરને કારણે વાતાવરણીય ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ફરી એક વાર વાવાઝોડાનો માર વેઠવાની તૈયારી કરી રહ્યાં છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું, અસાની આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે, જેની અસર આ ત્રણેય રાજ્યોમાં જોવા મળે તેવી સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે પવન અને વરસાદની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો