'હું ભણેલો નથી, પણ બીજા અભણ ન રહે', જેની લાઇબ્રેરી સળગાવી એ શખ્સની કહાણી

વીડિયો કૅપ્શન, મૈસૂરમાં લાઇબ્રેરી ચલાવનારી એક વ્યક્તિની કહાણી

મૈસૂરના રહેવાસી સૈયદ ઇસાક છેલ્લાં ઘણાં વર્ષોથી એક લાઇબ્રેરી ચલાવી રહ્યા હતા, કેટલાક દિવસો પહેલાં અજાણ્યા લોકોએ તેમની લાઇબ્રેરીમાં આગ લગાવી દીધી હતી.

જોકે આગ લગાવનારા લોકોની હજી જાણકારી મળી શકી નથી. મૈસૂર પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

સૈયદ ઇસાકે કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કર્યું હતું અને સાથેસાથે એક નાનકડી લાઇબ્રેરી પણ શરૂ કરી હતી.

સૈયદ ઇસાક કહે છે કે હું ભણેલો-ગણેલો નથી, પરંતુ હું એ નથી ઇચ્છતો કે બીજા પણ અભણ રહે.

તો સોશિયલ મીડિયામાં સમાચારો આવ્યા બાદ ઇસાકને મદદ મળી રહી છે અને 20 લાખ રૂપિયા જમા થઈ ચૂક્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો