સ્પેનનાં મારિયાએ સંસ્કૃત ભાષા શીખીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
સ્પેનનાં મારિયા રઈશે સંસ્કૃતમાં આચાર્ય એટલે પરાસ્નાતક (પીજી)ની પરીક્ષામાં સ્વર્ણ પદક હાંસલ કર્યુ છે. મારિયાનો મુખ્ય વિષય પૂર્વની મીમાંસા હતો, જેને સંસ્કૃતમાં ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે.
મારિયાએ ન માત્ર આ વિષય પસંદ કર્યો પરંતુ એમાં સૌથી વધુ માર્ક્સ પણ મેળવ્યાં. મારિયા લગભગ આઠ વર્ષ પહેલાં સ્પેનથી કલ્ચરલ ઍક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ભારત આવ્યાં હતાં.
અમુક બીજા સ્ટુડન્ટ્સ સાથે તેઓ વારાણસીના એક ગુરુકુળમાં રહે છે. અહીંય જ એમણે હિન્દી અને સંસ્કૃત ભાષા શીખી અને હવે તેઓ સંસ્કૃતમાં આચાર્ય બની ગયાં છે.
મારિયા હવે સંસ્કૃતમાં પીએચડી કરવા માગે છે અને ત્યારબાદ પોતાના દેશમાં સંસ્કૃત ભણાવવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો