Rajkot: ક્ષત્રિય યુવતીઓના તલવારરાસને ગિનિસ વર્લ્ડ રૅકર્ડમાં સ્થાન

વીડિયો કૅપ્શન, Rajkot: ક્ષત્રિય યુવતીઓના તલવારરાસને ગિનિસ વર્લ્ડ રૅકર્ડમાં સ્થાન

રાજકોટમાં 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાના રાજ્યાભિષેકના કાર્યક્રમ અનુસંધાને ક્ષત્રિય યુવકો અને યુવતીઓએ તલવારરાસનું પ્રદર્શન કર્યું હતું.

આ તલવારરાસમાં 2136 યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

રાજકોટના આંગણે યોજાયેલા આ તલવારરાસને ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ તલવારરાસમાં રાજકોટ સહિત સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર મોરબીના યુવાનોએ ભાગ લીધો હતો.

જુઓ તલવારરાસનો નજારો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો