લોકોને રડાવ્યા બાદ હવે ગુજરાતના ખેડૂતોને કેમ રડાવી રહી છે ડુંગળી?

વીડિયો કૅપ્શન, લોકોને રડાવ્યા બાદ હવે ગુજરાતના ખેડૂતોને કેમ રડાવી રહી છે ડુંગળી?

ચોમાસું પૂરું થતાની સાથે જ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. અનેક શહેરોમાં ડુંગળીએ સદી મારી હતી એટલે કે તેના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. એ સમયે સામાન્ય લોકોને તેની ભારે અસર થઈ હતી.

જોકે, હવે આ ડુંગળીને લઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. માર્કેટયાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે તેમને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી.

તેઓ સરકાર પર આરોપ મૂકતા કહે છે કે એક બાજુ સરકાર અચ્છે દિન આવશે એવું કહે છે તો બીજી તરફ ખેડૂતોના આવા હાલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો