રાજકોટમાં માંધાતાસિંહના રાજતિલક સમયે જોવા મળશે આ વિન્ટેજ કાર કલેક્શન
રાજકોટમાં 27થી 30 જાન્યુઆરી રાજકોટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો રાજ્યાભિષેક તેમજ રાજતિલક થશે.
રાજકોટના રણજિતવિલાસ પૅલેસમાં રાજતિલકવિધિ થશે.
રાજતિલકવિધિ અગાઉ પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
આ ઉપરાંત નગરયાત્રા યોજાશે, જેમાં ઠાકોરસાહેબ નગરજનોનું અભિવાદન ઝીલશે.
વિન્ટેજ એટલે કે જૂની અને જાજવલ્યમાન કાર તેમજ બગીના કાફલા સાથે એ નગરયાત્રા નીકળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો