કોરોના વાઇરસ : જો મહામારીનો કેર ચાલુ રહે તો ક્રૂડઑઇલનો ભાવ 10 ડૉલર પ્રતિબેરલ સુધી પહોંચશે

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વિશ્વભરમાં હાલ કોરોના વાઇરસનો કેર વર્તી રહ્યો છે, તેના પરિણામે ટૂંક સમયમાં ક્રૂડના ભાવ ઇતિહાસના સૌથી ઓછામાં ઓછા એટલે કે 18 વરસને તળિયે જાય એવી શક્યતા ઊભી થઈ છે.

ઊર્જાનિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાને પગલે વિશ્વના ઘણા દેશોમાં લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં ક્રૂડઑઇલની વૈશ્વિક માગમાં ભારે ઘટાડો થયો છે. તેમ છતાં સઉદી અરેબિયા જેવો દેશ ક્રૂડનું ઉત્પાદન વધારવાની પેરવી કરી રહ્યો છે.

ક્રૂડઑઇલનું ઉત્પાદન કરતા દેશોમાં જ્યારે ઑઇલના સંગ્રહ માટેની જગ્યા નથી ત્યારે ઓછી માગની સામે ક્રૂડ-તેલની આવક વધતાં તેની સીધી અસર વૈશ્વિક બજારની ઑઇલકિંમતો પર પડી રહી છે.

ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે જાન્યુઆરી મહિનાથી તમામ રિફાનરીઓ બંધ થયા પછી પણ વિશ્વમાં આવેલા તેલભંડારો ભરાઈ ચૂક્યા છે અને આ તેલનો સ્ટૉક આગામી કેટલાંક અઠવાડિયાં કે મહિનાઓ સુધી સંગ્રહી રાખવો પડશે.

line
કોરોના વાઇરસ
line

પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો

ઑઇલનું ટૅન્કર

ઇમેજ સ્રોત, getty

ઇમેજ કૅપ્શન, ઑઇલનું ટૅન્કર

બધાં જ ઑઇલઉત્પાદક દેશોમાં તેલના ભંડાર ભરાવા લાગ્યા છે. ભારત જેવા દેશમાં કે જે પોતાની જરૂરિયાતના 80થી 85 ટકા ક્રૂડ આયાત ઉપર નિર્ભર છે ત્યાં પણ લોકડાઉનની સ્થિતિને કારણે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ભારે ઘટાડો થયો છે.

કૅનેડાનો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં ઑઇલનું ઉત્પાદન થાય છે તે વિસ્તારમાં આ મહિનાના અંત સુધીમાં 400,000 બૅરલ પ્રતિદિવસ જેટલું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.

ગત અઠવાડિયે ક્રૂડના ભાવોમાં થયેલા ઘટાડાના કારણે ક્રૂડ 25 ડૉલર પ્રતિબૅરલના ભાવે વેચાય છે. જ્યારે વરસની શરૂઆતમાં ક્રૂડઑઇલનો ભાવ 65 ડૉલર પ્રતિબૅરલ હતો.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

કોરોના ફેલાયો તે પછીના સમય ગાળા દરમિયાન ક્રૂડની કિંમતમાં સરેરાશ 30 ડૉલર પ્રતિબૅરલ જેટલો ઘટાડો નોંધાયો છે.

એક અંદાજ મુજબ જો કોરોનાનો કેર ચાલુ રહે તો ક્રૂડઑઇલનો ભાવ 10 ડૉલર પ્રતિબૅરલ સુધી પહોંચી શકે છે.

આગામી મહિને વિશ્વભરમાં માગ કરતાં તેલનો પુરવઠો ઝડપથી વધવાની ધારણા છે. ઑપેક (ઑઇલ નિકાસ કરનાર દેશોનું ઑર્ગેનાઇઝેશન) અને રશિયા વચ્ચે તેલનું ઉત્પાદન સ્થિર કરવાના કરારનો અંત આવશે.

આ કરાર સમાપ્ત થયા પછી ઑપેકનું વર્ચસ્વ ધરાવતું સાઉદી અરેબિયા તેના બજારમાં હિસ્સો વધારવા માટે તેલ ઉત્પાદનની દૃષ્ટિએ રશિયા સાથે સ્પર્ધા શરૂ કરશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્રૂડઑઇલની કિંમત વધવાની શક્યતા કેમ?

રૂપિયા

ઇમેજ સ્રોત, Getty Images

આગામી સમય દરમિયાન વિશ્વભરમાં ક્રૂડઑઇલની માગ કરતાં પુરવઠો ઝડપથી વધવાને કારણે ઑપેક દેશો અને રશિયા વચ્ચે તેલનું ઉત્પાદન માગ અનુસાર કરવાના જે કરાર છે તેનો અંત આવશે. તેને પરિણામે સાઉદી અરેબિયા કે જે ઑપેકનો ભાગ છે તે તેનો બજારમાં હિસ્સો વધારવા માટે અને રશિયા સાથે સીધી સ્પર્ધા કરવા માટે આગળ આવશે

તેલની કિંમતો ઉપરના સંકટને કારણે, વિશ્વમાં ક્રૂડનું ઉત્પાદન રોજના 2.5 મિલિયન બૅરલ સુધી વધી શકે તેમ છે. જે જરૂરિયાત કરતાં લગભગ છ મિલિયન બૅરલ વધુ છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં આશરે 7.2 અબજ બૅરલ ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનું હાલ સ્ટૉરેજ છે.

આમાં દરિયાઈ તેલટૅન્કરોમાં તેલનો જથ્થો 1.3થી 1.4 અબજ બૅરલ છે. આમ ઊંચું ઉત્પાદન અને તેલના અપરિમિત પુરવઠાને કારણે તેલની કિંમત પ્રતિબૅરલ 10 ડૉલર થવાની શક્યતા છે.

રવિવારે (29 માર્ચ, 2020) સાંજે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ (WTI) , યુ.એસ. બેન્ચમાર્કની કિંમત 20 ડૉલર પ્રતિબૅરલ ગઈ જે 18 વરસના નીચા સ્તરે જોવા મળી, જે વરસના પ્રારંભથી લગભગ 70 ટકા ઓછી છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

ઉત્પાદન અને કાપનું ગણિત

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપીયન ઍનર્જી પ્રોડ્યુસરના વડાનું કહેવું છે કે જો દિવસનું 20 મિલિયન પ્રતિબૅરલ કરતાં વધુ ક્રૂડનુ ઉત્પાદન થાય તો તેના સ્ટોરેજ ને લગતી સમસ્યાઓ ઊભી થાય તેમ છે.

વળી ક્રૂડઑઇલની કિંમત 20 ડૉલર પ્રતિબૅરલ થાય તો હજુ ઘણા દેશો પોતાના ક્રૂડઑઇલના કૂવાઓ બંધ કરી શકે તેમ છે.

ઍનર્જી ઍસ્પેક્ટ્સ (એક સલાહકાર) આગાહી કરે છે કે આ વરસે તેલનું વૈશ્વિક ઉત્પાદન 200,000 બૅરલ પ્રતિદિવસ ઘટશે જે 2009 પછીનો પ્રથમ વાર્ષિક ઘટાડો છે.

2021માં આ ઉત્પાદન 1.8 મિલિયન બૅરલ પ્રતિદિવસ થશે તેવી અપેક્ષાઓ હોવા છતાં સાઉદી અરેબિયા, રશિયા અને અન્ય ક્રૂડઑઇલના બજારમાં માર્કેટ શૅર માટે લડતા રહેશે, જેને લીધે લગભગ ચાર મિલિયન બૅરલ પ્રતિદિનનો ઉમેરો થશે, જે નજીકના ભવિષ્યમાં અન્ય ઉત્પાદક દેશો કેટલો કાપ મૂકશે તેનો સંકેત આપે છે.

ગોલ્ડમૅન શેસે કહ્યું હતું કે વિશ્વમાં ઑઇલ ઉત્પાદનમાં લગભગ 900,000 બૅરલ પ્રતિદિવસ કાપ મૂકવો પડશે. સાચી સંખ્યા કદાચ આનાથી વધારે હશે.

વિટોલ કંપનીના ઑઇલ સંશોધન અને નિર્માણના વડાનું માનવું છે કે ઘણી કંપનીઓ સંપૂર્ણપણે ક્રૂડઑઇલનું ઉત્પાદન બંધ કરવાનું ટાળશે, પરંતુ ઉત્પાદનમાં કાપ મૂકવા માટે જે તે દેશોના રાજકીય નિર્ણયો મહત્ત્વના બની રહેશે, કારણ કે ઘણા દેશોની આવક ઍનર્જીની રૉયલ્ટી ઉપર આધાર રાખે છે.

યુ.એસ. શૅલ ઑઇલ વરસ દરમિયાન હજારો કૂવાઓનું સતત ડ્રિલિંગ કરે છે. પરંતુ શૅલ ઑઇલ ઉત્પાદકો આ વરસે પોતાના ખર્ચમાં 30થી 50 ટકાનો ઘટાડો કરી ચૂક્યા છે અને ગયા સપ્તાહે ઑઇલ રિગ કાઉન્ટની ગણતરી 40 જેટલી ઘટાડવામાં આવી છે તેવું જીઈ કંપની જણાવે છે.

બૅન્ક ઑફ અમેરિકાનું કહેવું છે કે કોઈ પણ ઉત્પાદક 35 ડૉલર પ્રતિબૅરલથી નીચેની કિંમતે કમાણી કરી શકતો નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઑઇલ ઉદ્યોગ સંકટમાં

અત્યારે ઑઇલ ઉદ્યોગ 100 વર્ષમાં સૌથી મોટા સંકટનો સામનો કરે છે.

રાયસ્ટાડ ઍનર્જી નામની કન્સલ્ટન્સી ફર્મે જણાવ્યું હતું કે હાલના ભાવે હજારો નવા કૂવાઓમાંથી તેલ કાઢવાનું મુલતવી રાખવું જરૂરી બનશે.

રાયસ્ટાડે જણાવ્યું હતું કે યુ.એસ.નું ઉત્પાદન 2021ના અંત સુધીમાં લગભગ ચાર મિલિયન બૅરલ પ્રતિદિવસ જેટલું ઘટી શકે છે, જે ગયા મહિને 13 મિલિયન પ્રતિબૅરલ જેટલું હતું.

વેનેઝુએલા, મૅક્સિકો અને કૅનેડા જેવા દેશોમાં તેલનું વધુ ઉત્પાદન થતું હતું, પરંતુ હવે તે નબળું પડી રહ્યું હોવાનું વુડ મૅકેન્ઝીએ જણાવ્યું છે.

કૅનેડિયન ઉત્પાદનમાં ફક્ત 3 મિલિયન બૅરલ પ્રતિદિન ઉત્પાદન કરવા માટે મિનિમમ 25 ડૉલર જેટલો ભાવ પોષાય તેવું અપસ્ટ્રીમ રિસર્ચના વડા ફ્રેઝર મેકેએ જણાવ્યું હતું.

કૅનેડાના એક મોટા ઑઇલ ઉત્પાદક સનકોર ઍનર્જીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે એક પ્રોજેક્ટને ફરીથી પ્રારંભ કરવામાં વિલંબ કરશે અને તેના બીજા ઑઇલ પ્રોજેકટનું આઉટપુટ ઘટાડશે, આ વર્ષે તેના અંદાજિત તેલના ઉત્પાદનમાં લગભગ 30,000 બૅરલ પ્રતિદિન કાપશે.

કેટલાક વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે ઑઇલ ઉત્પાદન બંધ કરવાથી ભવિષ્યમાં ઑઇલની કિંમતો વધુ અસ્થિર થઈ શકે છે, કારણ કે જો ફરીથી માગ વધે તો માગને ધ્યાનમાં રાખી ઑઇલનું ઉત્પાદન કરવું શક્ય નહીં હોય.

નોરડીક્સ બૅન્ક એસઈબીના જણાવ્યા અનુસાર આજે ઘટતા ભાવને કારણે ઑઇલ કંપનીઓને ઉત્પાદનમાં ઘટાડો કરવાની અથવા બંધ કરવાની ફરજ પડી છે ત્યારે કૂવાની ઑઇલ ઉત્પાદન ક્ષમતા ઉપર ભવિષ્યમાં જોઈએ તેટલું ઑઇલ ઉત્પાદન કરી શકશે નહીં .

આમ કોવિડ -19ને કારણે વિશ્વના તેલઉત્પાદકોએ પોતાના તેલઉત્પાદન પર કાપ મૂક્યો છે.

સાઉદી અરેબિયાએ છેડેલા પ્રાઇસ વૉરને કારણે અમેરિકા અને અન્ય દેશો ઉપર અસર થાય તે પહેલાં કોરોના વાઇરસે ધીરેધીરે આખા વિશ્વને ભરડામાં લઈ લેતાં ઑઇલની માગમાં ભારે ઘટાડો આવ્યો છે અને સાઉદી અરેબિયા વિશ્વબજારમાં પોતાનો હિસ્સો વધારવા તરફ આગળ વધશે તેમ લાગી રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો