ઇઝરાયલ-હમાસ, હિઝબુલ્લાહ યુદ્ધને રોકી શાંતિ કોણ સ્થાપી શકે છે? - દુનિયા જહાન

વીડિયો કૅપ્શન, દુનિયા જહાન : હમાસ-ઇઝરાયલ, હિઝબુલ્લા યુદ્ધને કોણ રોકી શકે છે? duniya jahan
ઇઝરાયલ-હમાસ, હિઝબુલ્લાહ યુદ્ધને રોકી શાંતિ કોણ સ્થાપી શકે છે? - દુનિયા જહાન

ઇઝરાયલ પર હમાસના હુમલા અને પછી ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીના એક વર્ષ બાદ હવે આ કહાણી લેબનોન અને હિઝબુલ્લાહ સુધી પહોંચી છે.

ગત વર્ષે 7 ઑક્ટોબરે હમાસે કરેલા હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને ત્યારપછી ઇઝરાયલે ગાઝામાં શરૂ કરેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 42,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

પરંતુ ઇઝરાયલ ગાઝા સુધી મર્યાદિત ન રહ્યું, તેણે લેબનોનની રાજધાની બૈરુતમાં હિઝબુલ્લાહના ગઢ પર પણ બૉમ્બમારો કર્યો હતો અને તેના વડા હસન નસરલ્લાહ ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

બીજી તરફ ઇઝરાયલે પણ હમાસ, હિઝબુલ્લાહ અને હુતીને સમર્થન આપતા ઈરાન પર મિસાઇલો છોડી હતી.

આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું મધ્ય-પૂર્વમાં દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષને રોકવા, શાંતિના પ્રયાસો નવી રીતે કરી શકાય?

ઇઝરાયલ, હમાસ, મધ્યપૂર્વ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.