ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો વરસાદ પડશે? ક્યાં વધારે વરસાદ પડશે?
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો વરસાદ પડશે? ક્યાં વધારે વરસાદ પડશે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક જિલ્લામાં પાંચ દિવસ સુધી વરસાદ પડશે અને માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે આ કમોસમી વરસાદની સામે ગુજરાતના લાખો ખેડૂતોમાં આવનારું ચોમાસું કેવું રહેશે તે જાણવાની ઉત્સુકતા હશે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા દેશમાં આગામી ચોમાસા માટેનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે.
ચોમાસાના ચાર મહિના જૂનથી શરૂ કરી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે?
ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?
આ ચોમાસા પર શું અલ નીનોની કોઈ અસર થશે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો...

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



