વર્લ્ડકપ: રાહુલ અને અય્યરનો એ 'પ્લાન', જેણે ભારતને આટલા મોટા અંતરથી જીત અપાવી?

કેએલ રાહુલ

ઇમેજ સ્રોત, ANI

વર્લ્ડકપમાં ભારતે નેધરલૅન્ડને 160 રને હરાવ્યું છે. ભારતે વર્લ્ડકપમાં સતત નવમી વાર જીત મેળવી છે.

ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 410 રનનો સ્કોર કર્યો હતો. ભારતના તમામ બૅટ્સમૅને આ મૅચમાં સારું પ્રદર્શન કર્યું.

શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની અડધી સદી બાદ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે બૅક ટૂ બૅક સદી ફટકારી ભારતનો સ્કોર 400ને પાર પહોંચાડી દીધો.

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે 131 બૉલમાં ધમાકેદાર 208 રન ફટકારી ભારતનો સ્કોર 400 પાર પહોંચાડી દીધો.

જોકે છેલ્લી ઓવરમાં છગ્ગો ફટકારવા જતાં કેએલ રાહુલે બાઉન્ડરી પર કૅચ આપી બેઠા અને 102ના સ્કોર પર આઉટ થઈ ગયા.

જોકે આ સાથે ભારત તરફથી વનડે વર્લ્ડકપ 2023માં માત્ર 62 બૉલમાં સદી ફટકારી કેએલ રાહુલ સૌથી ઝડપી સદી ફટકારનારની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે.

જ્યારે શ્રેયસ અય્યરે 94 બૉલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 128 રન પોતાને નામ કર્યા છે.

અય્યરે સતત ત્રીજી મૅચમાં 50થી વધુ અને કુલ આ વર્લ્ડકપમાં બે સદી ફટકારી છે.

ભારતના તમામ બૅટ્સમૅનોનું સારું પ્રદર્શન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભારતે 41થી 50 ઓવરના ગાળામાં 126 રન નોંધાવીને એક વિકેટ ગુમાવી હતી.

એક જ ઇનિંગમાં તેમના ચારેય ટૉપના બૅટ્સમૅને અડધી સદી ફટકારી હોય તેવા જૂજ કિસ્સાઓમાંથી આ એક છે.

જોકે વર્લ્ડકપ સિવાયની મૅચોમાં પણ ભારતના ટૉપ ચાર બૅટ્સમૅનોએ ચાર વાર અડધી સદી ફટકારી છે.

ભારતે બે વાર ઇંગ્લૅન્ડ વિરુદ્ધ (2006 અને 2007) તો બે વાર પાકિસ્તાન વિરુદ્ધ (2017 અને 2023)માં આવું કર્યું છે.

તો ભારત આની પહેલાં માત્ર બે વાર ટૉપ પાંચ બૅટ્સમૅનોએ પચાસ રન બનાવ્યા છે અને આવું બન્ને વાર ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ (2013 અને 2020)માં થયું હતું.

શ્રેયસ અય્યર

ઇમેજ સ્રોત, ani

ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને ઝંઝાવાતી શરૂઆત અપાવી હતી.

નેધરલૅન્ડના કોઈ બૉલરો પ્રભાવ છોડી શક્યા ન હતા.

રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ અડધી સદી ફટકારી હતી. રોહિતે 54 બૉલમાં 61 રન અને શુભમન ગિલે 32 બૉલમાં 51 રન ફટકાર્યા હતા.

બંને ઓપનરોની વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે પણ રનગતિ જાળવી રાખતા અડધી સદીઓ ફટકારી હતી. વિરાટ કોહલીએ 51 રન બનાવીને આઉટ થયા હતા.

જોકે બાદમાં અય્યર અને કેએલ રાહુલે રનની ગતિ વધારી હતી અને બંનેએ સદી ફટકારી હતી.

'બધું પ્લાન પ્રમાણે થયું'

રાહુલ અને અય્યર

ઇમેજ સ્રોત, ani

ભારત માટે સદી ફટકારનાર કેએલ રાહુલે કહ્યું કે તેઓ પોતાની ઇનિંગ મુદ્દે ખુશ છે. અંતિમ 10 ઓવરમાં શ્રેયસ એય્યર સાથે મળીને 126 રન કરનાર રાહુલે કહ્યું કે 'આ પ્લાન નક્કી હતો.'

રાહુલે કહ્યું કે "અંતિમ 10 ઓવરમાં ઝડપી રન કરવાના હોય છે. શ્રેયસ જામેલા હતા અને અમારો પ્લાન નક્કી હતો કે અમારે હવે શું કરવાનું છે. અમે તેના પર યોગ્ય અમલ કર્યો."

માત્ર 64 બૉલમાં 102 રન કરનાર રાહુલે કહ્યું કે "મેદાનમાં થોડો સમય વિતાવવો અને કેટલાક બૉલ રમવાનો મોકો મળતા સારું લાગ્યું."

મને વિશ્વાસ છે કે આ ઇનિંગથી જે ભરોસો મળ્યો છે એ આગળ કામ લાગશે."

કેએલ રાહુલ વર્લ્ડકપમાં બૅટ્સમેન અને વિકેટકીપર તરીકે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

બેવડી ભૂમિકા ભજવતા કેએલ રાહુલે 347 રન કર્યા છે, નવ કૅચ પકડ્યા છે, એક સ્ટમ્પિંગ પણ કર્યું છે.

રાહુલ કહે છે, "વિકેટકીપિંગ કરવું ઘણી વાર શરીર માટે મુશ્કેલ થઈ જાય છે, પરંતુ હું આખી રમતમાં ઓતપ્રોત થઈને તેનો આનંદ માણું છું."

વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધી અજેય

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, ANI

વર્લ્ડકપ 2023માં ભારતનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે અને તેણે સેમિફાઇનલમાં અજેય રહીને પ્રવેશ મેળવ્યો છે.

વર્લ્ડકપમાં અજેય રહેનારી ભારત એકમાત્ર ટીમ છે.

ભારતના બૅટ્સમેનો અને બૉલરો સહિત તમામ ખેલાડીઓ પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ કહી શકાય ફૉર્મમાં છે.

વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં પ્રવેશનારી ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને પણ ભારતે એકતરફી હાર આપી હતી.

ભારતનો મુકાબલો હવે પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે.