સુંદર દેખાતાં સપ્તરંગી વાદળો વાતાવરણ માટે જોખમ કેમ છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
વાંચવાનો સમય: 1 મિનિટ

આકાશમાં દેખાતાં સપ્તરંગી વાદળો આપણને દેખાવમાં તો ખૂબ સુંદર લાગે છે, પરંતુ પૃથ્વીની ફરતે રહેલા ઓઝોનના સ્તરને એ નુકસાન પહોંચાડે છે.

આ મેઘધનુષી વાદળો ધ્રુવીય વિસ્તારોમાં પૃથ્વીથી 15-20 કિમીની ઊંચાઈએ જોવા મળે છે.

પ્રકાશના પરાવર્તનને કારણે તેમાં સપ્તરંગ દેખાય છે.

આકાશમાં સપ્તરંગી વાદળો કેમ બને છે અને આવાં સુંદર દેખાતાં વાદળો વાતાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડતા હોય છે? ક્લાઇમેટ ચેન્જ અને વેધર લર્નિંગ સિરીઝના આ વીડિયોમાં આ મુદ્દો સમજો.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન