ચંદ્રગ્રહણ 2025 : 10 તસવીરમાં જુઓ ભારત સહિત વિશ્વભરમાં દેખાયેલા બ્લડમૂનનો નજારો

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનમાં જોવા મળેલું ચંદ્રગ્રહણ
વાંચવાનો સમય: 2 મિનિટ

રવિવાર, 7 સપ્ટેમ્બર, ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ ઉત્સાહીઓ માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

આ પૂર્ણ ચંદ્રગ્રહણ 'બ્લડમૂન' તરીકે દેખાયું હતું. જેને કારણે ચંદ્ર લાલ રંગનો અને સામાન્ય કરતાં મોટો દેખાયો હતો.

આ ખગોળીય ઘટના ભારત સહિત પૂર્વ આફ્રિકા, યુરોપ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા અને એશિયાના ઘણા દેશોમાં શરૂઆતથી અંત સુધી સ્પષ્ટપણે દેખાતી હતી.

મહત્ત્વનું છે કે આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણને જુઓ તસવીરોમાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીની બહારના વિસ્તારમાં આ રીતે ચંદ્રગ્રહણ જોવા મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેહરાનમાં સ્થાનિક લોકોએ ટેલિસ્કૉપની મદદથી ચંદ્રગ્રહણ જોયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાંઘાઈ વર્લ્ડ ફાઇનાન્સિયલ સેન્ટરમાં ચંદ્રગ્રહણ આ રીતે જોવા મળ્યું

લદ્દાખથી લઈને ગુજરાત સુધી, લાખો લોકોએ રવિવાર રાત્રે એક દુર્લભ 'બ્લડ મૂન' તેમજ પૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું.

રવિવારે રાત્રે 9.57 વાગ્યે પૃથ્વીનો પડછાયો ચંદ્રની સપાટી પર પડવાનું શરૂ થયો હતો. વાદળછાયું આકાશ અને વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ચંદ્ર દેખાતો નહોતો.

જ્યારે પૃથ્વીના પડછાયાએ ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો ત્યારે 'બ્લડ મૂન' જોવા મળ્યો હતો.

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રગ્રહણ દરમિયાન યુક્રેનના ઓડેસા બીચ પરનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુવૈત શહેરમાં મિનારાની ટોચ પરથી પૂર્ણ ચંદ્ર આ રીતે દેખાતો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એથેન્સમાં પ્રાચીન ગ્રીક દેવી ઇરેનીનું વિખ્યાત સ્ટેચ્યૂ અને બ્લડમૂનનો નજારો

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ચેન્નાઈમાં ચંદ્રગ્રહણને જોતો છોકરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલક્ત્તાની સ્ટ્રીટમાં 'બ્લડમૂન'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન