હિંદ મહાસાગરમાં સર્જાશે નવી સિસ્ટમ, દિવાળીમાં ગુજરાત તરફ આગળ વધી કેટલી અસર કરશે?

વીડિયો કૅપ્શન, હિન્દ મહાસાગરમાં સર્જાશે નવી સિસ્ટમ, દિવાળીમાં ગુજરાત તરફ આગળ વધી કેટલી અસર કરશે?
હિંદ મહાસાગરમાં સર્જાશે નવી સિસ્ટમ, દિવાળીમાં ગુજરાત તરફ આગળ વધી કેટલી અસર કરશે?

નવરાત્રિના તહેવારો દરમિયાન અને એ બાદ થોડા દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો.

જોકે, હવે પાછલા અમુક દિવસથી રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. મોટા ભાગનાં ક્ષેત્રોમાં વાતાવરણ શુષ્ક જ રહેવા પામ્યું છે. જોકે, રાત્રે કેટલીક જગ્યાએ અનુભવાયેલી ફૂલ ગુલાબી ઠંડીને કારણે રાજ્યમાં શિયાળાના આગમનના એંધાણ જરૂર આપ્યા છે.

ભલે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પણ આ વર્ષે દિવાળી પર વરસાદની શક્યતાઓને અવગણી શકાય નહીં.

આજના હવામાનના વીડિયોમાં જુઓ કે હિંદ મહાસાગરમાં નવી સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં? શું આગામી દિવસોમાં તેની કોઈ અસર રાજ્યના વાતાવરણ પર પડશે ખરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હવામાન, ચોમાસું, દિવાળી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન