IND vs SA : બુમરાહનો એ બૉલ જેમાં વિકેટ પડી તો બૉલર કે અમ્પાયર કોઈને કેમ ખબર ના પડી, પછી બૅટ્સમૅનને આઉટ કેમ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ખાતેની દક્ષિણ આફ્રિકા સામેના સુપર-8 મુકાબલામાં જસપ્રીત બુમરાહે 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતીય ટીમના પેસર જસપ્રીત બુમરાહે રવિવારે ટી20 વિશ્વકપ 2026માં દક્ષિણ આફ્રિકા સામે સુપર-8 મૅચમાં શાનદાર બૉલિંગ કરી હતી.

તેમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

બુમરાહની વેધક બૉલિંગને કારણે જ પ્રારંભિક ઓવરોમાં મહેમાન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી અને સાત વિકેટના ભોગે 187 રન બનાવ્યા હતા.

જોકે, કૉર્બિનની વિકેટ મૅચ દરમિયાન બનેલી અજીબ ઘટના હતી, જેમાં બુમરાહને જ ખબર નહોતી પડી કે શું થયું હતું.

ટૉસ જીતીને બેટિંગ કરતી વખતે દબાણ હેઠળ દક્ષિણ આફ્રિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુમરાહ અને અર્શદીપસિંહે મહેમાન ટીમના બૅટ્સમૅનને સેટ થવા દીધા ન હતા

જસપ્રીત બુમરાહે અમદાવાદમાં હોમ પીચ ઉપર સામે છેડે બૉલિંગ આક્રમણ સંભાળ્યું, ત્યારે તેમનો આત્મવિશ્વાસ ઝળકતો હતો.

બુમરાહે બીજી જ ઓવરમાં ક્વિંટન ડિ-કૉકને તેમણે બોલ્ડ કર્યા જ્યારે કે ચોથી ઓવરમાં રયાન રિકેલ્ટનને પેવેલિયન મોકલ્યા હતા.

આમ પાવરપ્લેમાં જ બુમરાહે ક્વિંટન ડી-કૉક અને રયાન રિકેલ્ટનને પેવેલિયન મોકલી દીધા હતા. તેની શાનદાર બૉલિંગને કારણે જ દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી અને 200નો આંકડો પાર ન કરી શકી.

19મી ઓવરમાં કૉર્બિન બૉશને ચાલતા કર્યા હતા. ટૉસ હારીને પહેલા બૉલિંગ માટે ઉતરેલી ટીમ ઇન્ડિયા માટે બુમરાહે કમાલનું પ્રદર્શન કર્યું હતું.

બુમરાહે કયો બનાવ્યો રેકૉર્ડ?

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

આ સાથે તેમણે મોટો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેમણે ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર રહેલા સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો રેકૉર્ડ તોડ્યો હતો.

3 વિકેટ લેતાની સાથે જ જસપ્રીત બુમરાહે આઈસીસી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બની ગયા છે.

બુમરાહે 22 મૅચમાં 33 વિકેટ ઝડપી છે. આ પહેલા આ રેકૉર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે હતો. અશ્વિને 24 મૅચમાં 32 વિકેટ ઝડપી હતી.

બુમરાહે બૉશની વિકેટ લેતાની સાથે જ આ રેકૉર્ડ તોડ્યો હતો અને તેઓ અશ્વિનની આગળ નીકળી ગયા હતા.

બૉશની વિકેટની અજાયબી

વીડિયો કૅપ્શન, હરમનપ્રીત કૌરની શેરી ક્રિકેટથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર, શું છે સંઘર્ષની કહાણી?

એક અંતરાલ પછી જસપ્રીત ફરીથી બૉલિંગ કરવી ઊતર્યા હતા. ત્યારે 19મી ઓવરની પાંચમી બૉલ ઉપર તેમણે દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન કૉર્બિન બૉશને 'કૉટ ઍન્ડ બૉલ્ડ' આઉટ કર્યા હતા.

કૉર્બિન બૉશે બૉલને સામે જસપ્રીત તરફ ઉછાળ્યો હતો અને તેમણે કોઈ ચૂક નહોતી કરી.

આશ્ચર્યની વાત એ હતી કે બુમરાહને પોતાને નહોતી ખબર પડી કે તેમણે વિકેટ લીધી છે. પહેલાં એવું લાગ્યું હતું કે આ શું થયું છે. કપ્તાન સૂર્યકુમાર યાદવને લાગ્યું કે આ કૅચ છે અને તેમણે બુમરાહને પહેલા જ કહી દીધું હતું કે આ કૅચ છે.

ફિલ્ડ અમ્પાયરે રિવ્યૂ લીધો, તો રિપ્લૅમાં માલૂમ પડ્યું હતું કે બૉશે ખરેખર બૉલને સીધો જ બૉલને હાથ માર્યો હતો. એટલે તે 'બમ્પ કૅચ' નહીં, પરંતુ 'સીધો જ કૅચ' હતો.

આ સાથે જ ભારત જે વિકેટની તાંતી જરૂર હતી, તે મળી ગઈ હતી. એ સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કૉર સાત વિકેટે 167 રન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન